suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » નવી સિવિલ હોસ્પિટલમાં માતાપિતાથી વિખૂટી પડી ગયેલી બાળકીના માતાપિતાને શોધીને સહીસલામત સુપ્રત કરતા સિક્યુરીટી કર્મચારીઓ

નવી સિવિલ હોસ્પિટલમાં માતાપિતાથી વિખૂટી પડી ગયેલી બાળકીના માતાપિતાને શોધીને સહીસલામત સુપ્રત કરતા સિક્યુરીટી કર્મચારીઓ

Share:

નવી સિવિલ હોસ્પિટલમાં માતાપિતાથી વિખૂટી પડી ગયેલી બાળકીના માતાપિતાને શોધીને સિક્યુરીટી ગાર્ડએ સહીસલામત રીતે બાળકી સોંપી હતી અને નિષ્ઠાયુક્ત ફરજનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

નવી સિવિલમાં સાંજે ૫.૦૦ વાગ્યાનાં સુમારે આશરે ૪ વર્ષની એક બાળકી ઓ.પી.ડી. પેસેજના દાદર પર બેસી રડી રહી હતી. તેની સાથે કોઇ વ્યક્તિ ન હતું. આ બાળકી ઉપર સિક્યુરીટી ગાર્ડની નજર પડતા અને માતાપિતાથી વિખૂટી પડી ગઈ હોવાનું જણાતા તરત જ તે બાળકીને તેડીને સિક્યુરીટી ઓફિસમાં લઈ આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના સિક્યુરીટી ઓફિસરે બાળકીને પ્રેમથી સમજાવીને તેનું નામ અને માતા-પિતાનું નામ પુછતાં બાળકીએ પોતાનું નામ શાલિની અને માતાનું નામ વનિતા તથા પિતાનું નામ પ્રશાંત સ્વૈન જણાવ્યુ હતું. જેથી સિક્યુરીટી ઓફિસરે માતાપિતાને શોધવા માટે દર ૧૦ મિનિટે માઇક ઉપર એનાઉન્સ કર્યું હતું.

ઉપરાંત, સિક્યુરીટી વોટ્સએપગૃપમાં બાળકીનો ફોટો મૂકી તેના માતા-પિતાની શોધખોળ આદરી હતી. ત્યારબાદ સાંજે ૬:૧૦ વાગ્યે તેના માતા-પિતા મળી આવતાં બાળકી સાથે માતાપિતાનું સુખદ પુન:મિલન થયું હતું. સિક્યુરીટી ગાર્ડ કર્મચારીઓએ સમયસુચકતા દાખવી પ્રસંશનીય ફરજ બજાવી હતી

Leave a Comment