suryodaydigitalmedia

Contact Number
9998358816 

Home » Surat-Bardoli » મહુવાના ડુંગરી ગામે દીપડાએ બકરી ઉપર હુમલો કર્યો.

મહુવાના ડુંગરી ગામે દીપડાએ બકરી ઉપર હુમલો કર્યો.

Share:

  • મહુવા તાલુકાના ડુંગરી ગામે ટેકરા ફળિયા ખાતે દીપડાએ ચારો ચરતી બકરી પર હિંસક હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

છુપાઈને બેઠેલા દીપડાએ બકરી ઉપર હુમલો કર્યો

મહુવા તાલુકામાં અવારનવાર મૂંગા પશુઓ પર દીપડાનો આંતક વધી જવા પામ્યો છે. તાલુકાના ડુંગરી ગામે ટેકરી ફળીયા હળપતિ વાસમાં રહેતા સંદીપ મુકેશ હળપતિ અને મહેશ બાબર હળપતિ પોતાના રોજીંદા નિત્યક્રમ મુજબ કોતર કાંઠે બકરા ચરાવવા ગયા હતા. તે અરસામાં સાંજના લગભગ 4.30 વાગ્યાના આસપાસ ખોરાકની શોધમાં છુપાઈને બેઠેલા દીપડાએ બકરીઓ પર ઓચિંતો હુમલો કર્યો હતો. હુમલો કરતા દિપડા એ બકરીને ગળાના ભાગે પંજો મારી ઘાયલ કરી હતી. દીપડો જોતા અન્ય પશુઓમાં અફરાતફરી સર્જાય હતી.

પશુપાલકે દીપડા સામે પ્રતિકાર કરતા બકરીનો બચાવ

પશુપાલક મહેશ હળપતિએ બહાદુરી પૂર્વક હિંમત દાખવીને હાથમાં ધારીયું લઈને બકરીનો શિકાર કરતા દીપડા તરફ બૂમ બરાડા સાથે દોડતા દીપડો બકરીને છોડીને ભાગી છૂટ્યો હતો. દીપડાને પ્રત્યક્ષ દર્શી જોનાર ચારો ચરાવતા પશુપાલકો ના જણાવ્યા મુજબ દીપડો ખૂબ જ કદાવર હતો. આ ઘટનાથી ગૌચરમાં પશુ ચરાવવા જતા લોકો તેમજ આસપાસના ખેતરમાં ખેતી કામ કરતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આ વિસ્તારમાં અવારનવાર દીપડા લટાર મારતા જોવા મળ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા સત્વરે આ હિંસક દીપડાને પાંજરું ગોઠવી કેદ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે

Leave a Comment