બારડોલી તાલુકાના ખરવાસા ગામથી રામપુરા જતા રોડની બાજુમાંથી પસાર થતી ખાડીના કિનારે ચાલતી જતી મહિલાનો પગ લપસી જતા ખાડીમાં તણાઈને ડૂબી ગઈ હતી.
ખરવાસા ગામના આહીર ફળિયામાં રહેતી અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતી મહિલા ચંપા પ્રવીણ રાઠોડ ( ઉ.વ.45 ) ખાડી કિનારે ચાલતી જતી હતી. આ સમયે ખાડી કિનારે તેનો પગ લપસી જતા તે ખાડીમાં પડી ગઈ હતી. ખાડીમાં ઉભરાયેલા વરસાદી પાણીના વહેણમાં તેનું તણાઈને ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બારડોલી રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી તજવીજ હાથ ધરી હતી.