suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : બારડોલીના ઝવેરી મહોલ્લામાં ઘરફોડીયા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

Bardoli : બારડોલીના ઝવેરી મહોલ્લામાં ઘરફોડીયા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

Share:

બારડોલીમાં ઘરફોડિયા તસ્કરો ફરી એકવાર પેધા પડતા ગામતળ વિસ્તારના ઝવેરી મોહલ્લા માં આવેલા એક બંધ મકાન ના નકુચા તોડી રાત્રિના સમયે પ્રવેશેલા તશ્કરોએ કબાટો તોડી રોકડ અને દાગીના મળી મોટી રકમની ચોરી કરી સફળતાપૂર્વક પલાયન થઈ ગયા હતા.

પરિવાર 5 દિવસથી લગ્ન પ્રસંગમાં

બારડોલીમાં શ્રીનાથજી આઈસ્ક્રીમ નો વેપાર કરતા અને ગામતળ વિસ્તારમાં આવેલા ઝવેરી મોહલ્લામાં રહેતા ડુંગરસિંહ કિશનસિંહ રાજપુત અને તેનો પરિવાર પાંચ દિવસ પહેલા રાજસ્થાન મુકામે કૌટુંબિક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન ગત રાત્રિના સમયે પેધા પડેલા તસ્કરો તેમના તાળાબંધ ઘરના પ્રવેશદ્વાર ની લોખંડની ગ્રીલ અને મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.

તસ્કરો ઘરમાંથી શુ ચોરી કરી ગયા

ઘરના વચલા રૂમમાં મુકેલા ત્રણ કબાટો તોડી તસ્કરોએ કબાટ માં અલગ અલગ મુકેલા કુલ રૂ.૫૦ હજાર રોકડા, સોનાની એક ચેન, ચાંદીના સાંકળા તથા દેવસ્થાનમાં મૂકેલી દાન પેટી માં રહેલું રોકડ પરચુરણ વગેરે મતાની ઠંડા કલેજે ચોરી કરી નાસી છૂટ્યા હતા.

 

ઉપર રહેતા ભાડૂત પરિવારે મકાન માલિકને જાણ કરી

માળ ઉપર રહેતા ભાડુત અને આસપાસના મકાનોના રહીશોને તસ્કરોની ગતિ વિધિ ની જરા પણ ગંધ આવી નહોતી. આજરોજ સવારે માળ ઉપર રહેતા ભાડુંતે નીચે આવતા દરવાજા તૂટવાની હકીકત જાણી ફળીયાના રહીશો અને રાજસ્થાન ગયેલા મકાન માલિકને ઘટનાની જાણ કરી હતી. મકાન માલિકના સંબંધીઓ આવી પહોંચતા બારડોલી પોલીસને જાણ કરાઈ હતી. મોબાઈલ સંપર્ક દરમ્યાન મકાનમાલિકે કબાટ માં મુકેલી મત્તા જણાવી હતી.

 

પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા

પોલીસે બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી ફરિયાદ અરજી આધારે આસપાસના સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજ તપાસવાની સાથે તસ્કરોનું પગેરું પકડવા જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન મકાનમાલિક વતન થી પાછા ફર્યાબાદ ચોરી નો કુલ આંકડો જાણવા મળશે. લાંબા સમય બાદ બારડોલી નગરમાં ફરી એકવાર ઘર ફોડિયા તસ્કરો ત્રાટકતા ભારે ચર્ચાઓ અને ગભરાટ ફેલાયા હતા.

Leave a Comment