suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Mahuva : મહુવાના આમચક ગામે બંધ મકાનના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર

Mahuva : મહુવાના આમચક ગામે બંધ મકાનના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર

Share:

મહુવા તાલુકાના આમચક ગામે બંધ મકાનના તાળા તોડી ઘરમાં ચોરી કરી ઘરફોડીયા તસ્કરો ભાગી છુટ્યા હતા. મહુવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આમચક ગામના રહીશ અને હાલમાં નવસારી રહેતા દિવ્યેશ ગોવિંદ ચૌહાણ ના વતન ના મકાનમાં તેમના માતા રહેતા હતા. ત્રણ દિવસ પહેલા માતા ગામનું મકાન બંધ કરી તેના પુત્રને ત્યાં નવસારી રહેવા ગયા હતા. આ દરમિયાન મંગળવારની રાત્રીએ તેમના બંધ મકાનનો લાભ લઇ અજાણ્યા તસ્કરો ગામના રોડ ઉપર આવેલા તેમના મકાનના દરવાજા તોડી અંદર પ્રવેશી ઘરમાં મુકેલા કબાટ નો સામાન વેર વિખેર કરી રૂ.૧૦ હજાર રોકડા અને ચાંદીના સિક્કા ચોરી ભાગી છૂટ્યા હતા. આજે સવારે પાડોશીઓએ તેમના ઘરના તાળા તૂટેલા જોઈ ગામના આગેવાનોને જાણ કરી હતી. ચોરીની ઘટનાની પોલીસને જાણ કરતા મહુવા પોલીસે સ્થળ ઉપર આવી પૂછપરછ અને તપાસ કરતા ઉપરોક્ત મતાની ચોરી ની જાણ થઈ હતી. ઘરફોડીયા તસ્કરોનો પ્રયાસ ચગચારી બન્યો હતો. મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment