suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Surat-Bardoli » Bardoli : બારડોલીમાં મધરાતથી વરસાદી માહોલ : જાણો ક્યાં ક્યાં બની અકસ્માતની ઘટના

Bardoli : બારડોલીમાં મધરાતથી વરસાદી માહોલ : જાણો ક્યાં ક્યાં બની અકસ્માતની ઘટના

Share:

ત્રણ દિવસના વિરામ બાદ બારડોલી પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મોડી રાત્રે વ્યારા – બારડોલી હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની હતી. તો બીજી તરફ નગરમાં તોતિંગ વૃક્ષ ધરાશય થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

અકસ્માત

કલકત્તાથી મેટ્રોની કામગીરીનું સામાન ભરી એક ટ્રક નં WB-23-D-7999 ગુજરાતના આણંદ ખાતે જઇ રહી હતી. વ્યારા – બારડોલી હાઇવે ઉપર અગાસી માતાના મંદિર નજીક આવેલ ઓવર બ્રિજ ઉપરથી મોડી રાત્રીના સમયે ટ્રક પસાર થઈ રહી હતી. દરમીયાન ટ્રકના ચાલક રવીરંજનકુમાર ક્રિષ્ના શાહે અચાનક ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લોડિંગ ટ્રક હાઇવે ઉપરથી રેલિંગ તોડી અને સાઈડ ઉપર આવેલ સર્વિસ રોડ ઉપર ધડાકાભેર પલ્ટી માર્યું હતું. નજીકમાં જ આવેલ પાટીદાર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હોઈ જેથી અકસ્માતનો અવાજ સાંભળતા લગ્નમાં હાજર તમામ લોકો હાઇવે ઉપર દોડી આવ્યા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ સર્વિસ રોડ ઉપર વચ્ચોવચ ટ્રક પલ્ટી જતા ત્રણ વલ્લાથી બારડોલી તરફ આવવાનો સર્વિસ રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થયો હતો. હાઇવે ઉપર અકસ્માતની ઘટનાની જાણ થતા બારડોલી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે ડ્રાઇવર રવીરંજન અને ક્લીનર વિનય યાદવને નજીવી ઇજાઓ થઈ હતી. હાલ પલ્ટી મારેલ ટ્રકને સર્વિસ રોડ ઉપરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તોતિંગ વૃક્ષ ધરાશય

બારડોલીના અલંકારથી તેન તરફ જતા માર્ગ ઉપર વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે એક આમલીનું તોતિંગ વૃક્ષ ધરાશય થયું હતું. માર્ગ ઉપર વૃક્ષ ધરાશય થતા એક તરફના માર્ગનો વાહન વ્યવહાર બંધ થયો હતો. વહેલી સવારે વૃક્ષ ધરાશય થવાની ઘટનાના સમયે એ માર્ગ ઉપરથી કોઈ વાહન પસાર થતું ન હોવાના કારણે જાનહાની તળી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને વૃક્ષને કાપી માર્ગ ઉપરથી ખસેડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.

 

Leave a Comment