બારડોલીના ઇસરોલી ગામે શૌચાલયમાં કંઈક એવું બન્યું કે લોકો હવે શૌચાલયમાં જતાં ડરી રહ્યા છે. જાણી એ એવું તો શું બન્યું કે લોકો ડરે છે.
ચોમાસાની મોસમમાં ઉતાવળે શૌચાલય માં જતા પણ એક વાર ચકાસીને જજો. કારણકે તમે જ્યાં શૌચાલયમાં જાવ છો ત્યાં કોઈ ઝેરી શર્પ તો નથી ને. કારણકે બારડોલી તાલુકામાં આવીજ એક ઘટના સામે આવી છે.
ચોમાસાની ૠતુ શરુ થતાની સાથે જ શહેર, ગામોના શેરી, મહોલ્લામાં ઝેરી અને બિનઝેરી સાપો નિકળવાના કિસ્સાઓ શરુ થઈ ગયા છે. સાથે જ સર્પદંશ ના કેસો પણ હોસ્પિટલોમાં નોંધાવા લાગ્યા છે શુક્રવારે વહેલી સવારે બારડોલી તાલુકાના ઈસરોલી ગામની ડ્રીમ હોમ સોસાયટીમાં રહેતા અમિતભાઈ ચૌધરીનો ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ પર કોલ આવ્યો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે અમારા બાથરૂમના ટોઈલેટના ટબ માં એક સાપ જોવા મળ્યો છે. જતીન રાઠોડે તેઓની ટીમના સભ્ય વિપુલ પારેખને મોકલતા ટબની અંદર એક ચાર ફુટનો ઝેરી કોબ્રા સાપ ( નાગ ) જોવા મળ્યો હતો. વિપુલે એક કલાકની ભારે જહેમત બાદ નાગને સહીસલામત બચાવી અને નજીકના જંગલ માં છોડી મુકવામાં આવ્યો હતો.