suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Kamrej : કામરેજના કઠોરથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા

Kamrej : કામરેજના કઠોરથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા

Share:

કામરેજ તાલુકાના કઠોર ગામે રહેણાક મકાનમાં ગંજીપાના પર પૈસા વડે હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ પાસેથી રોકડ રકમ સહિત 1,56,940/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકના અ.હે.કો વિક્રમભાઈ સગરામભાઈ તથા અ.પો.કો હસમુખભાઈ કિશનભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં વોરાજી ફળિયામાં રહેતા અહમદ મહમદ અસ્માલ નામનો ઈસમ બહારથી કેટલાક ઇસમોને બોલાવી પોતાના ઘરે ભેગા મળી પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પકડાયેલ 7 જુગારીઓ પાસેથી કુલ રોકડ રૂ. 11,440/- , 6 મોબાઈલફોન તેમજ 3 મોટર સાયકલ મળી કુલ 1,56,940/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ પકડાયેલ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ જુગારીઓ

1. અહમદ મહમદ અસ્માલ

2. રમેશ ગોપાલ પરમાર

3. દિનેશ અમૃત ભાવસાર

4. જયેશ ધનજી સુરતી

5. ફારૂક સલીમ શેખ

6. શબ્બીર ગુલામ હુસેન શેખ

7. કાંતિ માધુ સોલંક

Leave a Comment