suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : બારડોલીમાં કેન્સરથી પીડિત 55 વર્ષીય પુરુષે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

Bardoli : બારડોલીમાં કેન્સરથી પીડિત 55 વર્ષીય પુરુષે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

Share:

બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતા અને ગત એક વર્ષથી કેન્સરની બીમારી થી પીડિત 55 વર્ષીય પુરુષે બીમારીથી કંટાળી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કર્યો હતો.

બાબેન ગામે મહાત્મા ગાંધી વસાહત (કાલી બસ્તી ) ખાતે રહેતા અને ભંગારનો ધંધો કરતા જાફર અહમદ ખટીક ઉ.વ.55 એક વર્ષથી મોઢાના કેન્સર થી પીડાતો હતો. તેના મોઢાનું ઓપરેશન પણ કરાયું હતું. તેની વધુ સારવાર ચાલુ હતી. જે દરમિયાન બીમાંરીના કારણે જિંદગીથી કંટાળી જતાં પોતાના ઘરમાં એકલો હતો. તેવા સમયે છતની એંગલમાં દુપટ્ટો બાંધી પોતાના ઘરે ફાંસો ખાઈ લટકી ગયો હતો. ઘરના સભ્યોને ખબર પડતા તેને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ ઉપરના તબીબે પ્રાથમિક તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરતા બારડોલી પોલીસને જાણ કરાતા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Comment