suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : નગરમાં વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ.

Bardoli : નગરમાં વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ.

Share:

ઘરફોડ ચોરીએ માઝા મુકતા બારડોલીમાં વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થવા પામી હતી. બારડોલીના શાકભાજી માર્કેટમાં આવેલ ટ્યુશન ક્લાસ સામે આવેલા એક મકાનમાં રાત્રીના સમયે પ્રવેશેલા તસ્કરે 4 મોબાઈલ તથા 1 જોડ ચાંદીના સાંકળા મળી કુલ 25,000/- ની મત્તાની ચોરી કરી હતી.

બારડોલીના ગામતળ વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પરત્વ ટ્યુશન કલાસ સામે અને મહિલા મંડળની બાજુના મકાનમાં રહેતા રમેશ રામભાઈ પ્રજાપતિ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ મળસ્કાના 3:30 વાગ્યાના સમય ગાળા દરમીયાન તેમના ઘરના પાછળના દરવાજાનો લોક ખોલી તેમના બેડરૂમમાં પ્રવેશી 2 મોબાઈલ તથા 1 જોડ ચાંદીના સાંકડા ચોર્યા હતા. વધુમાં તેમના ઘરના હોલમાં મુકેલા 2 મોબાઈલ પણ તસ્કરે ચોર્યા હતા. કુલ 4 નંગ મોબાઈલ અને સાંકડા મળી રૂ. 25,000/- ની મત્તાની ચોરી કરી અજાણ્યો તસ્કર નાસી છૂટ્યો હતો.પ્રથમ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવતા બારડોલી પોલીસને કરાયેલી જાણ આધારે ગુનો દાખલ કરાયો હતો.

Leave a Comment