બારડોલી તાલુકાના આફવા ગામની સીમમાં હાઇવે ઉપર પંચર પડેલા પીકઅપ ટેમ્પાને અન્ય ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં પીકઅપ ટેમ્પો રોડની બાજુમાં પલ્ટી માર્યો હતો.
મહારાષ્ટ્રના સટાણાથી શાકભાજી ભરીને એક પીકઅપ ટેમ્પો નં MH-41-G-2509 સુરત તરફ આવી રહ્યો હતો. દરમિયાન વ્યારા – બારડોલી નેશનલ હાઇવે ઉપર આફવા ગામની સીમમાં પીકઅપ ટેમ્પામાં પંચર પડતા રોડની સાઈડ ઉપટ ઉભો કર્યો હતો. જે સમયે હાઇવે ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રકના ડ્રાઇવરને પીકઅપ ટેમ્પો ન દેખાતા પાછળથી પીકઅપમાં ધડાકાભેર ટ્રક અથડાવી હતી. સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ રોડની સાઈડ ઉપર ખાડામાં ઉંધો વળી પલ્ટી ગયો હતો. પીકઅપનો ક્લીનર ચેતન શરદ દેસલે પંચર પડેલુ ટાયર બદલી રહ્યો હતો જોકે તેણે પુરપાટ ઝડપે આવતા ટ્રકને જોઈ લેતા રોડની સાઈડ પર કુદી ગયો હતો. તેને આંખ અને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી. સદનસીબે પીકઅપનો ડ્રાઇવર રોડની સાઈડ ઉપર ઉભો હોવાથી જાનહાની તળી હતી.