suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : પલસાણા ગામની સીમમાં હાઇવે ઉપર અજાણ્યા વાહન અડફેટે રાહદારી યુવાનનું મોત

Bardoli : પલસાણા ગામની સીમમાં હાઇવે ઉપર અજાણ્યા વાહન અડફેટે રાહદારી યુવાનનું મોત

Share:

મુંબઈ – અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પલસાણા ગામની સીમમાં મહાખેતેશ્વર મહાદેવ હોટલની સામેથી એક અજાણ્યો પુરુષ ઇસમ ( ઉ.વ. આશરે ૪૦ થી ૪૫ ) પગપાળા પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજાણ્યા પુરુષ ઈસમને અડફેટે લીધો હતો. અકસ્માતમાં રાહદારી પુરુષ ઇસમનું માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટના બાબતે પલસાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મરનાર ઇસમ કોણ છે અને કયાનો રહેવાસી છે તે દિશામાં તપાસ શરુ કરી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

Leave a Comment