suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : 76 માં વન મહોત્સવ ની તૈયારી ના ભાગરૂપે બારડોલીમાં વૃક્ષારોપણ કરાયું

Bardoli : 76 માં વન મહોત્સવ ની તૈયારી ના ભાગરૂપે બારડોલીમાં વૃક્ષારોપણ કરાયું

Share:

76 માં વન મહોત્સવ ની ઉજવણી ની તૈયારી ના ભાગરૂપે આજરોજ બારડોલી વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

બારડોલી ના ગામતળ વિસ્તારમાં આવેલા લીમડા ચોક નજીકના જ્ઞાનેશ્વર મંદિર મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાતા બારડોલી વન વિભાગના ફોરેસ્ટર મનીષા પટેલ, વન સંરક્ષક મેહુલ બાવલીયા તથા નિમેશ વસાવા ની ટીમ દ્વારા મંદિરના ચોગાન માં પીપળો, લીમડો, આમલી વગેરે જેવા વૃક્ષો ના રોપા રોપવાના કાર્યક્રમમાં બારડોલી ના વિવિધ પત્રકારો પણ જોડાયા હતા.

ગ્લોબલ વોર્મિંગના વાતાવરણમાં પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોનુ મહત્વ મોટું જણાતા વન વિભાગ દ્વારા બારડોલીમાં લોકોને જરૂરિયાત મુજબ ના રોપા વિનામૂલ્યે આપવામાં આવશે મુજબની જાહેરાત કરાઈ હતી.

Leave a Comment