બારડોલીના ધુલીયા ચાર રસ્તા નજીક આવેલ સો-મિલમાં મશીન ઉપર કામ કરતા મજૂરનું પડી જતા કપાઈને મૃત્યુ નીપજ્યું હતું.
બારડોલીના ધુલીયા ચાર રસ્તા ખાતે આવેલ સાત્વિક બેકરી નજીકના ભવાની ટીમ્બર્સ નામની સો – મિલમાં ગતરોજ વિકાસ ફતુ પવાર નામનો આશરે 25 થી 30 વર્ષીય મજૂર મૂળ રહે. સાતુખે, નિમગુલ, નંદુરબાર, મહારાષ્ટ્ર મિલના લાકડાના છેડા કાપવાના મશીન ઉપર કામ કરી રહ્યો હતો. કામગીરી દરમિયાન અચાનક પડી જતા તે મશીનમાં ફસડાઈ જતા મોઢાથી છાતીના ભાગ સુધી ચિરાઈ ગયો હતો. લોહી લુહાણ હાલતમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બારડોલી પોલીસને જાણ કરાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.