suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : સુધરે એ બીજા પરંતુ બારડોલી નગર પાલિકા નહિ

Bardoli : સુધરે એ બીજા પરંતુ બારડોલી નગર પાલિકા નહિ

Share:

સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે બારડોલી નગરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘુટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

નગર પાલિકાના સાશકો ગુમ અને અધિકારી રાજમાં નગર બેટમાં

બારડોલીમાં નગરજનોએ વિશ્વાસ મૂકી ભાજપને બહુમતી સાથે સાશન તો સોંપ્યું પરંતુ સાશકો ક્યારેય પણ પોતાના વિસ્તારની મુલાકાતે નીકળતા નથી. જેને લઈ એ.સી ઓફિસમાં બેસી ખુરશી ગરમ કરતા ચીફ ઓફિસરને જાણે ફાવતું મળી ગયું હોય તેમ ગામ ભલે બેટમાં ફેરવાઈ જાય પરંતુ તેઓએ ઓફિસની બહાર નીકળી સ્થાનિકોની પરિસ્થિતિ અને હાલાકી જાણવામાં કોઈ રસ નથી.માત્રને માત્ર ઓફિસમાં બેસી કર્મચારીઓને ઓર્ડર કરવામાં માનતા ચીફ ઓફિસરને આજે નગરજનો નામજોગ ઓળખતા પણ નથી.

પાલિકાના આશીર્વાદથી નગરમાં વહેતી કૃત્રિમ નદી

બારડોલીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ બોકસ ડ્રેનની કામગીરીને લઈ વરસાદ શરૂ થતાની સાથે જ ગામતળ વિસ્તારમાં આવેલ સામરીયામોરા નજીક ઘુટણસમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો દ્વારા નગર પાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં સુધરવાનું નામ નહીં લેતી બારડોલી નગર પાલિકાના નફ્ફટ તંત્રના પાપે નગરમાં વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે સામરીયા મોરા વિસ્તારમાં ફરી ઘુટણસમાં પાણી ભરાયા હતા.અને પાલિકાના આશીર્વાદથી કૃત્રિમ નદી આ વિસ્તારમાં વહેતી થતા સ્થાનિકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

અલંકાર અંદરપાસમાં પાણી ભરાતા માર્ગ બંધ

બારડોલીના સુગર ફેકટરી અલંકાર ચાર રસ્તા નજીક આવેલ અંદરપાસમાં સતત વરસેલા ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા હતા. તકેદારીના ભાગરૂપે ટ્રાંફિક પોલીસ દ્વારા બેરીકેટ મૂકી અને વાહનોની અવર જવર બંધ કરવામાં આવી હતી. જોકે રેલવે ફાટકનો માર્ગ ચાલુ હોવાથી ટ્રાંફિક જામની કોઈ સમસ્યા ઉદ્દભવી ન હતી.

નગરમાં પાણી જ પાણી

બારડોલી નગરમાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે પટેલ નગર, મરીમાતા મંદિર નજીક, ગાંધીરોડ, બારડોલી – કડોદ રોડ ઉપર, દીપનગર નજીક, ખાઉધર ગલી નજીક, માછીવાડ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

તોતિંગ વૃક્ષ ધરાશય

બારડોલી નગરના જલારામ ભિક્ષુક હોલ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશય થયું હતું. વૃક્ષ ધડાકાભેર ધરાશય થતા આસપાસમાં હાજર લોકોમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. વૃક્ષ નવા ફળિયા તરફ જવાના માર્ગ ઉપર ધરાશય થતા ફળિયામાં જવાનો એક તરફનો માર્ગ બંધ થયો હતો. જોકે ભારે વરસાદ વચ્ચે કોઈ વાહન માર્ગ ઉપરથી પસાર થતું ન હોઈ જેથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Leave a Comment