suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : ક્રૂરતા પૂર્વક ઠાંસીને પાડીયા લઇ જતી ટ્રક ઝડપાઇ

Bardoli : ક્રૂરતા પૂર્વક ઠાંસીને પાડીયા લઇ જતી ટ્રક ઝડપાઇ

Share:

બારડોલી ના ત્રણ વલ્લા ખાતેથી ટાઉન પોલીસે ૪૦ પાડીયા અને ૧ પાડી ભરેલી ટ્રક ઝડપી 2 ઇસમોને અટકાયતમાં લીધા હતા.

બારડોલી ટાઉન પોલીસને મળેલી બાતમી સાથે બારડોલીના ત્રણ વલ્લા મુકામે પોલીસે વોચ ગોઠવી હતી. તેઓને મળેલી બાતમી મુજબની આઇસર ટ્રક નંબર જીજે ૧૫ એટી ૦૬૬૧ જોવા મળતા પોલીસે ટ્રક અટકાવી તપાસ કરી હતી. ટ્રકમાં ટૂંકા દોરડાથી બાંધીને ઘાસચારા કે પાણી વગર ક્રૂરતા પૂર્વક ઠાંસીને લઈ જવાતો ૪૦ પાડીયા અને ૧ પાડી મળી કુલ ૪૧ મુગા પશુઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં બેઠેલા શરીફ ખાલીદ શેખ તથા મુસા બિસ્મિલ્લાહ શેખ બંને રહે. ભાઠેના, આંજણા, સુરત ને અટકાયતમા લઇ પૂછપરછ કરતા આ જથ્થો વાલોડ તરફથી ભરી ઉમરપાડા મુકામે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. ક્રૂરતાપૂર્વક ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુધનને પોલીસે કામરેજના અંત્રોલી મુકામે આવેલ ગૌશાળામાં મોકલી ઝડપાયેલા બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલા ભર્યા હતા.

Leave a Comment