suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : સુરત જિલ્લા ભાજપા ના નવા અત્યાધુનિક કાર્યાલય ભવન નું લોકાર્પણ કરાયું

Bardoli : સુરત જિલ્લા ભાજપા ના નવા અત્યાધુનિક કાર્યાલય ભવન નું લોકાર્પણ કરાયું

Share:

ભારતીય જનતા પાર્ટી ના સુરત જિલ્લા એકમ દ્વારા નિર્માણ પામેલા નવા અને અત્યાધુનિક વિશાળ કાર્યાલયનું આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ દ્વારા આમંત્રિત મહાનુભાવો તથા કાર્યકર્તાઓનું સ્વાગત કરાયું હતું.

બારડોલી ની મીંઢોળા નદી કિનારે પૂલની નજીક વિશાળ જગ્યામાં અત્યાધુનિક સગવડો સાથેના વિશાળ કાર્યાલયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે સમર્પિત કાર્યકર્તા ના પરિશ્રમને બિરદાવતા જુના જિલ્લા કાર્યાલય મુકામે વર્ષોથી નેતાઓ અને કાર્યકર્તાઓને સેવા આપતા અંબાલાલ ને સાથે રાખી તેના હસ્તે રીબીન છોડાવી કાર્યાલય ભવનમાં પ્રવેશ કર્યો હતો. રિસેપ્શન કાઉન્ટર, પદાધિકારીઓના અલગ અલગ રૂમ, મીટીંગ હોલ, કોન્ફરન્સ રૂમ સહિત પ્રત્યેક મોરચા ઓ માટે અલગ કેબીનો ધરાવતા કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા અધ્યક્ષ સી.આર પાટીલે ભાજપાના વધેલા વ્યાપ ને ધ્યાનમાં રાખી જૂનું કાર્યાલય નાનુ પડતા નવું કાર્યાલય બનાવવાની જરૂર પડી હોવાનું જણાવ્યું હતું. વિશાળ દ્રષ્ટિકોણ સાથે તેમણે કાર્યાલયની આવશ્યકતા સમજાવી હતી.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓના કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી એ કાર્યકર્તાઓના આર્થિક સહયોગ સાથે રાજ્યના 22 જિલ્લાઓમાં કાર્યાલયો બની ચૂક્યા હોવાનું જણાવતા કાર્યાલયને આત્મીયતા, પ્રયત્ન, ચેતના, સકારાત્મક ઉત્સાહ, પ્રસન્નતા અને સંગઠન નું ઉત્તમ ઉદાહરણ જણાવ્યું હતું. તેમણે કાર્યાલય નું મકાન એ દિવાલ નહીં પરંતુ સામર્થ્ય અને સામૂહિક શક્તિ ની જીવંત ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય ના મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલે નવા કાર્યાલયની આવશ્યકતા સમજાવી સુરત જિલ્લા ભાજપાના તમામ ધારાસભ્યો, સાંસદ સહિત કાર્યકર્તાઓએ અર્પણ કરેલી ધન રાશી દ્વારા બહારના કોઈપણ પ્રકારના દાન વગર સમર્પિત કાર્યકર્તાઓની આર્થિક શક્તિ સાથે નિર્માણ થયેલા કાર્યાલય બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે વિશેષ કરીને રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ ની મહેનત ને બિરદાવી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરતા તેમણે ધારણા કરતા વિપરીત પરિણામ ની ચર્ચાઓ કરી આગામી સમયમાં ૫૩૦૦ ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મહેનત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

પેજ કમિટી ની વાતો કરતા તેમણે દેશના અન્ય રાજ્યોના અગ્રણીઓ પણ આ કોન્સેપ્ટ ને આવકારી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના રાજકારણમાં ચૂંટણીમાં જીતીને ત્રણ ત્રણ વાર વડાપ્રધાન પદ મેળવનારા એકમાત્ર નેતા હોવાનું જણાવ્યું હતું. જળશક્તિ મંત્રાલયની વાતો કરતાં તેમણે પ્રત્યેક ઘરે ઊંડા ખાડાઓ કરી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જણાવી પાણીને જમીનમાં ઉતારવા રેન વોટર હાર્વેસ્ટિંગ ની વાતો કરતા સુમુલ ડેરી દ્વારા સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ 1200 બોર કરવાની બાંહેધરી આપી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા મહામંત્રી જીગર નાયક દ્વારા કરાઇ હતી.

Leave a Comment