પલસાણા તાલુકાના ઇટાળવા ગામની સીમમાં સર્વોત્તમ હોટલની પાસે ધુલીયાથી હજીરા જતા હાઇવે ઉપર અકસ્માત થયો હતો. હાઇવે ઉપરથી આશરે 30 વર્ષીય અજાણ્યો યુવાન પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હાઇવે નજીકથી પગપાળા પસાર થતા યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતા. અકસ્માત જોઈ નજીકમાં આવેલ હોટલનો સ્ટાફ હાઇવે ઉપર દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યા અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો લઈ તેના વાલી વારસદારની શોધખોળ સાથે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.