suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : અજાણ્યા વાહન અડફેટે મોટર સાયકલ સવાર આધેડનું મોત

Bardoli : અજાણ્યા વાહન અડફેટે મોટર સાયકલ સવાર આધેડનું મોત

Share:

અમદાવાદથી મુંબઈ જતા ને.હા.નં.48 ઉપર પલસાણા તાલુકાના કડોદરા ગામની સીમમાં હાઇવે ઉપરથી એક મોટર સાયકલ નં. GJ-06-HJ-8597 ઉપર સવાર થઈ રમેશચંદ્ર દુર્લભભાઈ શર્મા ઉ.વ.72 રહે. બી- 38, મધુકુંજ સોસાયટી, પાદરા રોડ, વાસણા, વડોદરા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આવેલા વાહનના ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રમેશચંદ્ર રોડ ઉપર પટકાયા હતા. અને તેઓના માથાના ભાગે અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને કરવામાં આવતા પોલીસે મરનાર આધેડના મૃતદેહનો કબ્જો લઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment