suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : બાબેનથી ફિલ્મી ઢબે પિતા-પુત્રીનું અપહરણ કરી માર મરાયો

Bardoli : બાબેનથી ફિલ્મી ઢબે પિતા-પુત્રીનું અપહરણ કરી માર મરાયો

Share:

બારડોલી માં પ્રેમલગ્ન કરી ગુજરાતી પતિ ના પરિવાર સાથે રહેતી રાજસ્થાની યુવતી નો સંબંધ ભંગ કરાવી યુવતી ના પરિવારજનો એ કબ્જો મેળવવાની ધમકીઓ આપી હતી. ગત રોજ ૧૫ ઓગસ્ટે ખરીદી માટે નીકળેલા યુવતી ના સસરા અને નણંદ ને રસ્તા માંઆંતરી ઢોર માર મારી તેઓનુ અપહરણ કર્યું હતું. પોલીસ ને જાણ કરતા જીલ્લા એલસીબી પોલીસે મોબાઈલ લોકેશન આધારે ફિલ્મી ઢબે તમામ ને નેત્રંગ નજીક થી ઝડપી પિતા પુત્રી ને બચાવ્યા હતા.બારડોલીના બાબેન શુકન રેસીડેન્સી ના ફ્લેટ નં.આઈ – ૪૦૩ માં રહેતા પ્રદીપભાઈ ભીખુભાઇ ભાવસાર ઉ.વ.૫૭ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર જેનિષ ઉ.વ.૨૮ ને બામણી આહીર ફળિયામાં રહેતી ચાંદની ધર્મેશ ગુજ્જર ઉ.વ.૨૪ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક – યુવતીએ ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ માંડવી ખાતે પ્રેમ લગ્ન કરી લગ્નની નોંધણી પણ કરાવી હતી. લગ્નના નોંધણી બાદ ૭ મહિના સુધી ચાંદની પોતાના ઘરે રહી હતી. ત્યારબાદ તા.૨ માર્ચ ૨૦૨૪ ના રોજ ચાંદની પતિ જેનિષના ઘરે રહેવા માટે આવી જતા ભારે હોબાળો થયો હતો. ચાંદની ના પરિવારજનો દબાણ કરી પોતાની પુત્રી નો કબજો માંગતા હતા. પરંતુ ચાંદનીએ પતિ જેનિષ સાથે રહેવાનું જણાવતા એક તબક્કે યુવતીના પરિવારજનો વીલા મોઢે જતા રહ્યા હતાં. ચાંદનીને પરત ઘરે લાવવા માટે ની જીદે ચડેલા તેઓના પરિવારજનોએ અવારનવાર જેનિષના માતાપિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતુ. મઢી ખાતે દુકાન ચલાવતા જેનિષના મામા મુકેશ ભાવસારને પણ દુકાને જઈ ” ચાંદનીને પરત મોકલી આપો નહીં તો , જાનથી મારી નાખીશું ” તેવી ધમકીઓ અપાઈ હતી. આખરે ગત ૨૯મી એપ્રિલે પ્રદીપ ભાવસારે બારડોલી પોલીસ મથકે તેઓને અપાતી ધમકીઓ મામલે લેખિતમાં ફરિયાદ અરજી આપી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. અરજી બાદ પણ કાર્યવાહી ન થતા ચાંદનીના પરિવાર જનોને ખુલ્લો દોર મળ્યો હતો.ગત રોજ પ્રદીપ ભાવસાર અને તેમની પુત્રી અંકિતા ભાવસાર મોટર સાયકલ ઉપર સવાર થઈ ઉમરાખ ખાતે આવેલ મેક્સ શોરૂમમાં ખરીદી કરવા નીકળ્યા હતાં. પિતા-પુત્રી મોટર સાયકલ પર બેસી રોડ ઉપર નીકળતા હતા ત્યાં બે કાર ઉભી હતી. જે પૈકી એક અર્ટીગા કારની બહાર ૪ જેટલા ઈસમો હાથમાં લાકડાના સપાટા લઈ ઉભા હતાં. જેઓએ પ્રદીપ ભાવસાર પર હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતુ. મોટર સાયકલ પર સવાર પિતા-પુત્રી બંને રોડ પર પટકાયા હતા. પ્રદીપભાઈને લાકડાના સપાટે ઢોર માર મારતા પુત્રી અંકિતા બચાવ બચાવની બૂમ સાથે નજીકમાં ઉભેલી અન્ય એક કાર પાસે પહોંચી હતી. કારમાં બેસેલી ત્રણ થી ચાર મહિલાઓએ અંકિતાને માર મારવાનું શરૂ કરી વાળ પકડી અર્ટીગા ગાડીમાં બેસાડી દીધી હતી. કારની બહાર પ્રદીપભાઈને પણ માર મારી તેઓને પણ અર્ટીગા ગાડીમાં બેસાડી ગાડી મોતા તરફ રવાના થઈ હતી. જ્યારે અન્ય બીજી કારમાં મહિલાઓ બેસી બારડોલી તરફ રવાના થઈ ગઈ હતી. અપહરણ કર્તાઓ ની કાર મોતા – ખરવાસા – કડોદ – માંડવી – થઈ ઉમરપાડા તરફ આતરિયાળ માર્ગોએ કાર હંકરાઇ હતી. રસ્તામાં ૪ ઈસમોએ પ્રદીપભાઈને એટલી હદે માર્યો કે તેઓનો હાથ તૂટી ગયો હતો. હદ તો ત્યારે થઈ કે અપહરણ કરતાઓએ યુવતી અંકિતાને માર તો માર્યો સાથે સાથે છાતી તેમજ અન્ય શરીરના અંગો પર હાથો ફેરવી બળાત્કાર કરી વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. ગભરાયેલી અંકિતાએ અપહરણકર્તા ઓને આજીજી કરી ” ફોન કરવા દેવ , ચાંદનીને તમને સોંપી દઈએ ” તેવું જણાવતા ચારે પૈકી એક એ ફોન આપતાજ અંકિતાએ ભાઈ જેનિષને ફોન કરી તમામ હકીકત જણાવી હતી. જેનિષે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. અને મોબાઈલ લોકેશન આધારે જિલ્લા એલ.સી.બી અને રૂરલ પોલીસ ઝંખવાવ થી નેત્રંગ જતા રોડ ઉપર પહોંચી જઈ અપહરણકર્તા ઓની કારને રોકી ભોગ બનનાર પિતા-પુત્રીને મુક્ત કરાવ્યા હતાં.ગંભીર રીતે ધવાયેલા પ્રદીપભાઈ અને અંકિતાને બારડોલીની સરદાર સ્મારકહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ અપહરણ કરતા કસુરવાર ચાંદનીના પિતા ધર્મેશ દયાળ ગુજ્જર ,કાકા સુખદેવ દયાળ ગુજ્જર (બન્ને રહે. સિંગોદ, તા.બારડોલી)કાકા હીરાલાલ ગુર્જર (રહે. કડોદ)તેમજ ફુવા નારાયણ હરદેવ ગુજ્જર (રહે. ઉમરસાડી,માંડવી)ની અટકાયત કરી તમામ અપહરણ કર્તાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment