suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : ઝેરી જનાવર કરડી જતા 21 વર્ષ ની યુવતી નું મોત

Bardoli : ઝેરી જનાવર કરડી જતા 21 વર્ષ ની યુવતી નું મોત

Share:

બારડોલી તાલુકાના મસાડ ગામે રહેતી ૨૧ વર્ષીય યુવતી ને રાતના ઊંઘ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બારડોલી તાલુકાના મસાડ ગામે ટેકરી ફળિયામાં રહેતી અને કડોદ જીઆઇડીસી ખાતે નોકરી કરતી ૨૧ વર્ષીય યુવતી રિયા ઈશ્વર પટેલ બે દિવસ પહેલા તારીખ 14 મી એ નોકરીએથી ઘરે આવી જમી પરવારી પોતાના ઘરે રાત્રિના સમયે પલંગ ઉપર સુતી હતી. રાત્રિના ૨.૩૦ વાગે તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તેના પરિવારજનો તેને ખાનગી વાહન દ્વારા સારવાર માટે પ્રથમ કડોદ, ત્યારબાદ બારડોલી ની ખાનગી હોસ્પિટલ મુકામે લઈ ગયા હતા. બારડોલીમાં યુવતીને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોવાનું નિદાન થયું હતુ. યુવતી ની હાલત ગંભીર જણાતા તેને બારડોલી થી સુરત મુકામે લઈ જવાય હતી. જ્યાં 15 ઓગસ્ટ ના રોજ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતુ. બારડોલી રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી તપાસ કાર્યવાહી કરી હતી.

Leave a Comment