suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

Bardoli : નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

Share:

બારડોલી નગરપાલિકાના ઉપક્રમે નગરપાલિકા હદ વિસ્તારના વિવિધ શેરી મોહલ્લાઓ, સોસાયટીઓ અને નાગરિકો માટે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ હેઠળ વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.અલગ અલગ ચાર હરીફાઈઓ મુજબ સ્વચ્છ સોસાયટી/ મોહલ્લા, શોર્ટ ફિલ્મ,પોસ્ટર અને વેસ્ટ માંથી બેસ્ટ મુજબની હરીફાઈઓ યોજાશે. પ્રત્યેક સ્પર્ધાઓ માટે અલગ અલગ ઇનામો અપાશે. પાલિકા સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ હરિફાઈમાં ભાગ લેવા માટે ના ફોર્મ તારીખ ૨૩ ઓગસ્ટ સુધીના દિવસો દરમિયાન નગરપાલિકા કચેરી મુકામેથી ઉપલબ્ધ થશે. તમામ સ્પર્ધકોએ સંપૂર્ણ વિગતો ભરેલા ફોર્મ તારીખ ૩૧ ઓગસ્ટ સુધીમાં બારડોલી નગરપાલિકા કચેરી મુકામે સુપ્રત કરવાના રહેશે. બારડોલી નગર ને સ્વચ્છ અને સુધઢ બનાવવાના પ્રયાસમાં નાગરિકોને મોટી સંખ્યામાં ભાગ લેવા માટે જણાવાયું છે.

Leave a Comment