ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ ખાતે આયોજીત જિલ્લા કક્ષાની SGFI ચેસ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં કુલ 450 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સેંસેરીતે સ્કૂલના અંડર-19 વિભાગમાં ધો-11નો વિદ્યાર્થી લુંમ્ભાણી દીપ પ્રશાંતકુમારે ઉત્કૃષ્ટ અને તર્ક બુદ્ધિથી રમત રમી વિજય મેળવીને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી શાળાને ગૌરવ અપાવેલ છે.આ સ્પર્ધા બાબતનું માર્ગદર્શન શાળાના સ્પોર્ટ્સ ટીચર એ.પી.પાટીલ અને દીપ દ્વારા આપવામાં આવ્યું હતું.આ અસાધારણ કૌશલ્ય અને રમતની ભાવના બદલ શાળાના ચેરમેન કિરણભાઈ વ્યાસે સમગ્ર ચેસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વસ્થ હરીફાઈ અને બૌદ્ધિક વિકાસની પ્રવૃત્તિ બદલ કેમ્પસ ડાયરેક્ટર અમરભાઈ વ્યાસ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.