suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : નગર પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જે.સી.બી મશીનનું લોકાર્પણ કરાયું

Bardoli : નગર પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જે.સી.બી મશીનનું લોકાર્પણ કરાયું

Share:

બારડોલી નગર પાલિકા દ્વારા આજરોજ ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. સભા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળેલી જે.સી.બી મશીનની ભેટનું લોકાર્પણ કરાયું હતું.

બારડોલી નગર પાલિકા હદ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 5 બાબતે ટી.પી.ઓ કચેરી દ્વારા પ્રાપ્ત દરખાસ્ત અને અભિપ્રાય મુજબ પ્રારંભિક નિર્ણય જાહેર કરતા નગર રચના યોજના નં.5 ના નિર્ણયો ના એવોર્ડ પહેલાની દરખાસ્ત મુજબના ટી.પી રોડ અને બારડોલી નગર પાલિકાના સંપ્રાપ્ત થવા પાત્ર અંતિમ કંડોની સૂચિત દરખાસ્તોને પરામર્શ આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બારડોલી નગર પાલિકાના અધ્યક્ષ ધર્મેશ પટેલ , ચીફ ઓફિસર મિલન પલસાણા, ઉપપ્રમુખ વિજય પટેલ, કારોબારી ચેરમેમ જગદીશ પાટીલ તથા નગર સેવકોની ઉપસ્થિતિમાં મળેલા સુચનોને ધ્યાનમાં રાખી પ્રારંભિક નિર્ણય જાહેર કરાયો હતો.ખાસ સામાન્ય સભા સંપન્ન થયા બાદ કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બારડોલી નગર પાલિકાને મળેલ 72 એચ.પી કેપેસિટીનું આધુનિક જે.સી.બી મશીન ( કિંમત રૂ. 40 લાખ ) ની ભેટનું બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવા જે.સી.બી સાથે પ્રજા હિતના કામોમાં વેગ આવશે મુજબ જણાવાયું હતું.

Leave a Comment