suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : સુરત જિલ્લા એલ.સી.બી એ ત્રણ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ૧૩.૦૯ લાખનો વિદેશીદારૂ ઝડપયો

Bardoli : સુરત જિલ્લા એલ.સી.બી એ ત્રણ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ૧૩.૦૯ લાખનો વિદેશીદારૂ ઝડપયો

Share:

સુરત જિલ્લા એલ.સી.બી એ બારડોલીના ઇસરોલી ગામની સીમમાં તેમજ ત્રણ વલ્લા નજીક નાકાબંધી કરી બે અલગ અલગ કારોમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપયો હતો. અને કામરેજના વિહાણ ગામની સીમમાં નાકાબંધી કરી ટ્રકમાંથી એમ કુલ ત્રણ અલગ અલગ સ્થળોએથી ૭,૭૫૨ વિદેશીદારૂની બોટલો જેની કિંમત રૂ. ૧૩,૦૯,૨૦૦/- નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે એકજ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એલ.સી.બી પોલીસ મથકના હે.કો.જગદીશ આબાજી તેમજ પો.કો.અલ્તાફ ગાફુર નાઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરના સવજી માતાસૂરિયા નાઓએ ટ્રક નંબર GJ – 11 – W – 4404 માં વિદેશીદારૂનો જથ્થો ભરાવેલ છે. અને જે ટ્રક વિહાણ થી શામપુરા રોડ ઉપરથી પસાર થનાર છે. એવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિહાણ ગામની સીમમાં નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવી ચડતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે તલાશી લેતા ટ્રકમાંથી વિદેશીદારૂની બોટલો નંગ ૫,૫૩૨ જેની કિંમત રૂ. ૯,૩૧,૨૦૦/- , ટ્રક તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૧૪,૪૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક અને સવજી માતાસૂરિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

અ.હે.કો.રાજદીપ મનસુખભાઈ , મહેન્દ્રસિંહ જસવંતસિંહ , ચિરાગ જયંતિલાલ તથા અમરતજી રાધાજી નાઓને મળેલી અન્ય એક બાતમી મુજબ I-20 કાર નંબર GJ – 21 – BC – 4659 તેમજ મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ – 06 – LS – 1396માં સેલવાસ થી વિદેશીદારૂનો જથ્થો ભરી બે અલગ અલગ રૂટો પરથી બારડોલી તરફ લાવવામાં આવનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બીની એક ટીમે બારડોલી થી સરભોણ જતા રોડ ઉપર આવેલ અમીધરા સ્ટેટ શોપિંગ સેન્ટરની સામે નાકાબંધી કરી હતી. દરમિયાન લાલ કલરની I-20 કાર પુર ઝડપે આવી નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ટીમે ફિલ્મીઢબે પીછો કરી ધૂલિયા ચાર રસ્તા નજીક કારને રોકી તલાશી લેતા કારમાંથી વિદેશીદારૂની બોટલો નંગ – ૭૩૨ જેની કિંમત રૂપિયા ૧,૮૪,૮૦૦/- , કાર , બે મોબાઈલ ફોન તેમજ રોકડ મળી ૭,૦૬,૧૫૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ચાલક ડેનિયલ ચંદ્રકાંત પરમાર નાઓને ઝડપી પાડવામાં આવ્યો છે.

એલ.સી.બી ની અન્ય એક ટિમ બારડોલી ટાઉન વિસ્તારમાંજ આવેલ ત્રણ વલ્લા ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે નંબર – ૫૩ ઉપર નાકાબંધી કરી વોચમાં હતી. દરમિયાન વાલોડ તરફથી બાતમી મુજબની મારુતિ સ્વીફ્ટ કાર પુરપાટ ઝડપે ચડી આવતા તેને રોકી તલાશી લેતા કારમાંથી વિદેશીદારૂની બોટલો નંગ – ૧૪૮૮ જેની કિંમત રૂ. ૧,૯૩,૨૦૦/- , કાર , મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ ૬,૯૮,૨૦૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરી જાવેદ અબ્દુલ શેખની અટક કરવામાં આવી છે. જ્યારે પકડાયેલ બંને કારોનું પાયલોટીંગ કરનાર વલસાડના મનોજ પ્રકાશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા એલ.સી.બી એ ત્રણ અલગ સ્થળોએ સપાટો બોલાવી કુલ ૭,૭૫૨ વિદેશીદારૂની બોટલો જેની કિંમત રૂ. ૧૩,૦૯,૨૦૦/- સાથે ૨૮,૪૫,૫૫૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Leave a Comment