suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : ધામદોડ લુંભા ગામની સીમમાંથી ૬ જુગારીઓને ઝડપયા,૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે

Bardoli : ધામદોડ લુંભા ગામની સીમમાંથી ૬ જુગારીઓને ઝડપયા,૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે

Share:

ધામદોડ લુંભા ગામની સીમમાં ખેતરના સેડા ઉપર જાહેરમાં ગંજીપાના વડે પૈસા વતી હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને પોલીસે ઝડપી ૧.૧૨ લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.બારડોલી ટાઉન પોલીસ મથકના પી.આઈ – વી.એ.દેસાઈ ને ખાનગીરાહે બાતમી મળી હતી કે ધામદોડ લુંભા ગામની સીમમાં બ્રિજેશ મનીષભાઈ પટેલના શેરડીના ખેતરના સેડા ઉપર જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગંજીપાના વડે પૈસા વતી હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ફિરોઝ ઉર્ફે ધોરાજી રફીક શેખ , સલમાન સલીમ પટેલ , રાહુલ શંકર રાઠોડ , હન્નાન સત્તાર અન્સારી , અરમાન રામ કિશોર ધોડિયા અને નિખિલ ઉર્ફે ગુલબો ઉર્ફે ગુલામ રમેશ ગામીત નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીઓ પાસેથી અંગ ઝડતીની રોકડ રૂપિયા ૨૬,૬૫૦/- , દાવ ઉપરની રોકડ રૂપિયા ૭,૫૦૦/- તેમજ ૫ મોબાઈલ ફોન મળી કુલ ૧,૧૨,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂઘ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment