suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Kadodara : અંત્રોલી ગામની સીમમાં ટ્રેન અડફેટે અજાણ્યા યુવાનનું મોત

Kadodara : અંત્રોલી ગામની સીમમાં ટ્રેન અડફેટે અજાણ્યા યુવાનનું મોત

Share:

પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતી સુરત ભુસાવલ રેલવે લાઈન ઉપર ટ્રેન અડફેટે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું.

અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતી સુરત ભુસાવલ રેલવે લાઈનના થાંભલા નંબર 8/16 થી 8/18 ની વચ્ચે એક અજાણ્યો ઈસમ ઉ.વ આશરે 25 થી 30 વર્ષનું ટ્રેન અડફેટે ઇજાઓ સાથે મોત નીપજ્યું હતું. મરનાર ઇસમે શરીરે હાફ બાયનું ભૂરા કલરનું શર્ટ જેમાં લંબ ચોરસ વાળી ડિઝાઇન, કમરે ક્રીમ કલરનો કોટનનો પેન્ટ , શરીરે શ્યામવર્ણ , ઊંચાઈ 5 ફૂટ, જમણા હાથમાં AAKASH નામનું છુંડણુ થતા હાથના કાંડા ઉપર મોરપિછાનું છુંડણુ પણ ગુઠાવેલ છે. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે મરનાર ઇસમના મૃતદેહનો કબ્જો લઈ ઈસમ કોણ અને કયાનો રહીશ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Leave a Comment