suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : સુરતી સર્કલ નજીક નગર પાલિકા દ્વારા લોકોનું હાર્દિક સ્વાગત કરતું બોર્ડ લોકો માટે ઝોખમી

Bardoli : સુરતી સર્કલ નજીક નગર પાલિકા દ્વારા લોકોનું હાર્દિક સ્વાગત કરતું બોર્ડ લોકો માટે ઝોખમી

Share:

 

બારડોલીના સુરતી સર્કલ નજીક નગરપાલિકા દ્વારા લોકોનું હાર્દિક સ્વાગત કરતું મસ્ત મોટું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. લીનયર બસ સ્ટેન્ડ નજીક લોખંડની એંગલો સાથે બંને રસ્તાઓ ઉપર જાહેરાત સાથે બારડોલી નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા લગાવવામાં આવેલા બોર્ડની કોઈ તકેદારી નગરપાલિકા દ્વારા ન કરવામાં આવતા આજે ત્યાંથી પસાર થતા લોકો ના માથે જીવના જોખમ રૂપ આ બોર્ડ સાબિત થઈ થઈ જવા પામ્યું છે. બોર્ડના બંને તરફનો ભાગ તૂટીને લટકતી હાલતમાં અત્યારે પડું કે પછી પડું અને કોનો જીવ લેવ તેવી સ્થિતિમાં ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ જોખમી બોર્ડને હટાવવામાં માટે નગરપાલિકા તંત્રને અનેક વખત જાણ કરી છે. છતાં કોઈ નો જીવ ગયા બાદ જ નગરપાલિકા આ બોર્ડ હટાવશે તેવું નક્કી કર્યું હોય તેમ આજદિન સુધી બોર્ડને દૂર કરવામાં આવ્યું નથી.

Leave a Comment