suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Palsana : બલેશ્વર ખાતે રહેતા પરપ્રાંતીય દુકાનદાર સાથે ૪૦ હજારનું ઓનલાઈન ફ્રોડ

Palsana : બલેશ્વર ખાતે રહેતા પરપ્રાંતીય દુકાનદાર સાથે ૪૦ હજારનું ઓનલાઈન ફ્રોડ

Share:

પલસાણાના બલેશ્વર ખાતે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા પરપ્રાંતીય દુકાનદાર સાથે ગૂગલ-પે નંબર માંગી પેમેન્ટ કરવાનું હોવાનું જણાવી ભેજાબાજ ઇસમે ૪૦ હજારનું ઓનલાઈન ફ્રોડ કરતા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.પલસાણા તાલુકાના બલેશ્વર , બિલાલ નગર , સમોલભાઈની બિલ્ડીંગમાં રૂમ નંબર – ૨ માં રહેતા અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા ૪૨ વર્ષીય સંતોષ ગોવિંદપ્રસાદ સાહું સાથે ઓનલાઈન ફ્રોડ થયો હતો. તેઓના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા મોબાઈલ નંબર ૬૩૫૦૬૪૬૬૧૦ ઉપરથી ફોન આવ્યો હતો. અને ભેજાબાજે સંતોષ પાસે ગૂગલ-પે નંબર માંગી બાકી પૈસા આપવાનું હોવાનું જણાવતા લાલચમાં આવેલા સંતોષે તેનો ગૂગલ-પે નંબર આપયો હતો. ગુગલ-પે નો નંબર સંતોષની પત્ની પાસે હોય જેનો ફાયદો ઉઠાવી ભેજાબાજે પ્રથમ ૧૦૦૦ રૂ. અને ત્યારબાદ ૪૦૦૦ રૂ. જમા થયા હોવાનું ખોટો મેસેજ સંતોષની પત્નીના મોબાઈલ પર કર્યો હતો. બાદમાં ફોન કરી પોતે હોસ્પિટલના કામ અર્થે આવ્યો હોવાનું જણાવી સંતોષની પત્નીને ફોન કરી અલગ અલગ લેવડદેવડ થકી કુલ ૪૦,૦૦૦/- પડાવી લીધા બાદ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. સંતોષ સાહુંને તેની સાથે ૪૦ હજારનું ઓનલાઈન ફ્રોડ થયા હોવાનું માલુમ પડતા તેને સાયબર ક્રાઈમ બાદ પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment