નવરાત્રી તહેવાર દરમ્યાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે સુરત જીલ્લા પોલીસ દ્વારા વિશેષ સંદેશ જારી કરાયો.
– તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
– ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
– અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
– ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.
– અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફસ કે વિડીયો શૅર ન કરશો.
– સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
– ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.
– કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.
– રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.