suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Mahuva : મહુવા – અનાવલ સ્ટેટ હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાયુ

Mahuva : મહુવા – અનાવલ સ્ટેટ હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાયુ

Share:

વર્તમાન વરસાદી સીઝનમાં અતિભારે વરસાદના કારણે બારડોલી – અનાવલ સ્ટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો માટે ભારે કપરી સ્થિતિ પેદા થઈ છે.મહુવા તાલુકામાંથી પસાર થતા બારડોલી – અનાવલ સ્ટેટ હાઇવે આજથી આશરે 5 વર્ષ પહેલાં બનાવાયો હતો. સાપુતારા ગિરિમથક મુકામે જવા માટે મુખ્ય માર્ગ ગણાતા આ સ્ટેટ હાઇવે ઉપર આવેલા મહુવાથી વલવાડા ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. વાહન ચાલકો માટે રસ્તાઓ ઉપર ખાડાઓ છે કે પછી ખાડાઓમાં રસ્તો છે. શોધવાની ભારે સમસ્યા પેદા થઈ છે. વહીવટી તંત્ર દ્વારા ખાડાઓમાં ગ્રાવલ પુરીને નામ પૂરતી કામગીરી કરાય છે. પરંતુ રસ્તો સૂકો થતા જ ધૂળની ડમરીઓ વાહન ચાલકોને પરેશાન કરી રહી છે. રાત્રીના સમયગાળા દરમિયાન ખાડાઓના લીધે કોઈ ગંભીર અકસ્માતની શકયતા પણ જણાઈ રહી છે. અનેક વાહનોની અવર જવર ધરાવતા આ સ્ટેટ હાઇવે ઉપરના ખાડાઓમાંથી પસાર થતા વાહનો બ્રેક ડાન્સ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર સત્વરે ખાડાઓ પુરી વાહન વ્યવહાર સરળ બનાવે તેવી માંગ જણાઈ રહી છે.

Leave a Comment