suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Rain update : સુરત જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ

Rain update : સુરત જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ

Share:

બફારા, ઉકળાટ અને અવાર નવારના વીજ ધાંઘીયાથી પરેશાન બારડોલી અને મહુવા પંથકમાં આજરોજ સવારથી મેઘરાજની ઝરમર પધરામણી થતા ખુશનુમા માહોલ સર્જાયો હતો.

સવારથી સૂર્યદેવના દર્શન દુર્લભ થવા સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. વરસાદ વરસવાનું શરૂ થતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ હતી. બારડોલીના જાહેર માર્ગો ઉપર રાહદારીઓની અવર જવર અને વાહનોની યાતાયત ઓછી થઈ હોવાનું જોવા મળ્યું હતું. મહુવા પંથકમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ છવાતા ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા. બારડોલી તાલુકામાં પણ ગ્રામીણ જીવન અને ખેડૂત વર્ગ વાવણી લાયક વરસાદથી ખુશ જણાયો હતો. બીજી તરફ બારડોલી નગર પાલિકા હદ વિસ્તારના અનેક રસ્તાઓ ઉપર યોગ્ય ઢાળ વગરના માર્ગો ઉપર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારાય હોય તેમ પાણીના ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. નગરના સામરીયામોરા વિસ્તારમાં આશાપુરી મંદિર ચોકમાં ફરી એકવાર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા હતા. બારડોલીના શિવાજી ચોક નજીક આવેલ ભાજપ કાર્યાલય સામેના શ્રુષ્ટિ સોસાયટી તરફ જતા માર્ગ ઉપર પણ પાણી ભરાતા તકલીફો જણાઈ હતી. સ્થાનિક રહીશોની હાલત કફોડી બનતા બારડોલી નગર પાલિકા તંત્ર દોડતું થયું હતું. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં બારડોલીમાં 22 એમ.એમ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 76 એમ.એમ રહ્યો હતો. જ્યારે મહુવામાં આજે 20 એમ.એમ વરસાદ સાથે મોસમનો વરસાદ 80 એમ.એમ નોંધાયો હતો.

જિલ્લામાં નોંધાયેલ વરસાદ

બારડોલી: 1.25ઇંચ
ચોર્યાસી : 1 ઇંચ
કામરેજ : 1.50 ઇંચ
પલસાણા : 3 ઇંચ
મહુવા : 1.78 ઇંચ
ઓલપાડ : 1.5 ઇંચ
માંડવી : 6 મિમિ
માંગરોળ : 10 મિમિ
ઉમરપાડા :0.5 ઇંચ

Leave a Comment