ઓલપાડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સાયણ ગામની સીમમાં આવેલ એવરવિલા રો- હાઉસમાં દુકાનમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. 8,90,110/- ના કુલ મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટક કરવામાં આવી જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ મથકના અ.હે.કો જગદીશભાઈ કામરાજભાઈ તથા પ્રકાશભાઈ વાલજીભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કે સાયણ ગામની સીમમાં સાયણથી રંગોલી ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર આવેલા એવરવિલા રો-હાઉસની દુકાન નં.3માં કાઉન્ટર ટેબલની આડમાં ગેરકાયદે વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી અને દુકાનમાંથી 84.921 કી.ગ્રા ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા 8,49,210/-, 3 મોબાઈલફોન તેમજ રોકડ મળી 8,90,110/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ
1. બાહન ઉર્ફે સત્યવાન બીજય મહાંતી2
2. બાબુલ અભિમન્યુ પ્રધાન ,બન્ને હાલ રહે. લસકાણા, સુરત, મૂળ રહે. ઓરિસ્સા
વોન્ટેડ આરોપીઓ
1. ધર્મેન્દ્ર ઉર્ફે ધનું રાઉત હાલ રહે. લસકાણા, સુરત, મૂળ રહે. ઓરિસ્સા
2. બોલેરો કારનો ચાલક તથા તેની સાથે આવનાર અન્ય એક ઈસમ જેના નામઠામ સરનામાંની ખબર નથી
.