બારડોલી તાલુકાના એક ગામમાં રહેતા સગીર વયના યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અવાર નવાર શારીરિક સંબંધ બાંધતા સગીરાને ચાર માસનો ગર્ભ રહી જતા સગીર યુવક વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.
બારડોલી તાલુકાના એક ગામમાં રહેતા હળપતિ સમાજના શ્રમજીવી વડીલો ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ઘરમાં માતા પિતાની ગેરહાજરી નો લાભ લેતા આજુબાજુના ફળિયામાં રહેતા એક 17 વર્ષીય સગીર યુવક અને 14.6 વર્ષની સગીર યુવતીની આંખો મળી જતા બંને વચ્ચે ગત એક વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. મજૂરી કામે જતા બંનેના માતા પિતાની ગેરહાજરી નો લાભ લેતા બંને એકબીજાને મળતા રહ્યા હતા. સગીરા ધોરણ 10 સુધી અભ્યાસ બાદ ઘરે જ રહેતી હતી. જ્યારે સગીર પ્રેમી બેકાર હતો.આ દરમિયાન સગીર વય ના યુવકે લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક અવાર નવાર શરીર સંબંધ બાંધતા સગીરા ને ચાર માસનો ગર્ભ રહી જવા પામ્યો હતો. સગીરાના પરિવારને ખબર પડતા તબીબી તપાસ બાદ સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથકે પોતાના જ ગામના અને એક જ સમાજના સગીર યુવક વિરુદ્ધ પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે સગીર પ્રેમીની અટકાયત કરી તેને જુવેનાઇલ કોર્ટમાં રજુ કરી જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારોમાં નોંધાતી આ પ્રકારની ઘટનાઓ એક સામાજિક પડકાર તથા ચિંતાજનક બાબત રહેવા પામી છે.