1995ના વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બારડોલી સમાજના સર્વાંગી ઉટકર્ષ માટે BAPS સ્વામી નારાયણ મંદિરની ભેટ અપાઈ હતી. બારડોલી પ્રદેશમાં વસતા સંપ્રદાયના શ્રધ્ધાળુઓની અક્ષત પુરુષોત્તમ મહારાજની પ્રતિમાની ઘરે પધરામણી કરવાની ઈચ્છાને અનુમોદન આપતા બારડોલીના સ્વામી નારાયણ મુકામે ચલિત મૂર્તિ ભેટ અપાઈ હતી.
સાકરી મંદીરથી બારડોલી મંદિર મુકામે મૂર્તિની પધરામણીનું ભવ્ય સ્વાગત કરતા ભક્તોમાં હર્ષનાં ઘોડાપુર ઉમટ્યા હતા. આયોજીત સભા દરમિયાન હજારો બાળકો અને યુવાનોના ઉટકર્ષની અદભુત પ્રેરણા આપતા બારડોલીના સ્વામી નારાયણ મંદિરને 30 વર્ષ પૂર્ણ થતા આગામી વર્ષે ભવ્ય ત્રીશતાબ્દી મહોત્સવની ઉજવણીની જાહેરાત કરાઈ હતી. અક્ષર પુરુષોત્તમ મહારાજની ચલિત મૂર્તિના આગમનના વધામણાંની ખુશીમાં અસંખ્ય હરિભક્તોની હાજરીમાં સભા યોજાઈ હતી.