બારડોલી માં ભરાતી રવિવાર હાટ બજાર નજીકથી ચોરીના મોબાઈલ ફોન વેચવાના ઇરાદે આવેલી એક મહિલા જુદા જુદા ૧૩ મોબાઈલ ફોનના જથ્થા સાથે ઝડપાઇ હતી.
બારડોલી ટાઉન પોલીસ મથકના એ.એસ.આઈ – મહેન્દ્રભાઈ શનાભાઈ તથા અ.પો.કો – જીતેન્દ્રભાઈ બીજલભાઈ ફરજ ઉપર હાજર હતા.તેવા સમયે તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે બારડોલીના તેન જી.આઈ.ડી.સી માં ભાગ્યોદય હોટેલની બાજુમાં ભરાતી રવિવારી હાટ બજારમાં એક મહિલા થેલીમાં ચોરીના મોબાઈલ ફોનો વેચવા માટે ગ્રાહકો શોધી રહી છે. અને મહિલાએ કથ્થઈ કલરનો ડ્રેસ પહેરેલ છે.જે ચોક્કસ બાતમી આધારે મહિલા પોલીસને સાથે રાખી પોલીસે રેડ કરી હતી. પોલીસે વર્ણન મુજબની મહિલા તારા અનિલ ગલારામ રાજનટ , હાલ રહે. સંતોષી નગર , ભીમ નગર ગરનાળા પાસે , ડિંડોલી , સુરત , મૂળ રહે. રાજસ્થાનની અટકાયત કરી હતી. પકડાયેલ મોબાઈલ ચોર મહિલા ની પૂછપરછ દરમિયાન તેની પાસેની થેલીમાંથી વિવિધ કંપનીના કુલ ૧૩ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૩૨,૫૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા તમાંમ મોબાઈલ ચોરીના હોવાનું જણાતા હાલ પોલીસે મહિલાની અટકાયત કરી મોબાઈલ ફોન ક્યાંથી ચોરી કર્યા છે. અથવા ચોરીના મોબાઈલ ફોન કોની પાસે થી લાવી વેચાણ કરવા માટે બારડોલી આવી હતી. તે દિશામાં વધુ પુછપરછ કરતા મહિલાએ સુરત ના એક મોબાઈલ ચોર (જેનું નામ સરનામું મળ્યું નથી )દ્વારા તેને બારડોલી ના હાટ બજાર માં મોબાઈલ વેચવા આપ્યા હોવાની માહિતી જણાવી હતી.મોબાઈલ ચોર પણ બારડોલી આવનાર હતો. પરંતુ મળી શક્યો નહોતો. મહિલાએ જપ્ત કરાયેલા ચોરીના મોબાઈલ પૈકી ના ૩ મોબાઈલ ફોન બે દિવસ પહેલા તેન જી.આઈ.ડી.સી ના એક મકાનની બારીમાંથી ચોરાયા હોવાની કબુલાત કરી હતી.જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.અન્ય ૧૦ મોબાઈલો ચોર દ્વારા સુરત માંથી ચોરાયા હોવાનું જણાવતી મહિલાએ પોતે ચોરનું નામ સરનામું જાણતી ના હોવાનું રટણ કરતાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ માંગવાની તજવીજ શરૂ કરાઇ છે.