suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : યુવતીને નવસારીના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ

Bardoli : યુવતીને નવસારીના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ

Share:

નવસારીના કબીલપોર મુકામે બે વર્ષ પહેલા લગ્નગ્રંથી એ જોડાઈ ને સાસરે રહેતી બારડોલીની એક યુવતીને તેના પતિ દ્વારા મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકતા યુવતી દ્વારા બારડોલી પોલીસ મથકે પતિ તથા સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી.

બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં રહેતી 26 વર્ષિય યુંવતીના લગ્ન બે વર્ષ પહેલા જ્ઞાતિના રીત રિવાજ મુજબ કબીલપોર મુકામે રહેતા અને ઓલપાડ જિલ્લા સેવા સદનમાં કોમ્પ્યુટર વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા રાહુલ ગજેન્દ્રસિંહ પરમાર સાથે થયા હતા. લગ્નના એક માસ સુધી સારી રીતે રહ્યા બાદ યુવતીએ પતિના મોબાઈલની instagram એપ્લિકેશન માં તેમના ઘરની સામે રહેતી એક યુવતી સાથે તેના પતિનો ભેટેલી હાલતનો ફોટો જોવા મળ્યો હતો. ફોટા સાથે મિસ યું, લાઈક યુ જેવું લખાણ પણ જોતા તેણે પતિ ને પૂછતા પતિએ ફોટા કાઢી નાખ્યા હતા.ત્યાર બાદ તેનો પતિ નાની નાની બાબતોમાં ઝગડા કરી છૂટાછેડાની ધમકી આપતો હતો. દારૂ પી ને બોલાચાલી અને મારઝૂડ કરી પતિ ત્રાસ આપતો હતો. યુવતીના સાસુ, સસરા અને દિયર પણ ચઢામણિ કરી તેના પતિને ઉશ્કેરતા મારજુડ વધી હતી. તેઓની મેરેજ એનિવર્સરીના દિવસે તમામ હોટલમાં જમવા ગયા હતા. ત્યાં પણ પતિએ બોલાચાલી કરી છુટાછેડાની ધમકી આપી હતી. થોડા દિવસ બાદ મિત્રો સાથે સારંગપુર જતા સમયે પણ તેનો પતિ પ્રેમિકા યુવતી સાથે ચેટિંગ કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે ઝઘડો વધી જતા બારડોલી થી યુવતીના પિતાને બોલાવાયા હતા. તેમને પણ ગાળો આપી તેમની હાજરીમાં યુવતીને કાઢી મુકવાની કોશિશ કરતા યુવતી ને છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. એક તબક્કે 181 મહિલા હેલ્પલાઇન નો સંપર્ક સાધતા બંને વચ્ચે સમાધાન કરાવાયું હતું. યુવતીની વર્ષગાંઠ આવતા તેણે થોડા દિવસ પિયરમાં રહેવા જવાની વાત કરતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો. તથા સાસુ,સસરા અને દિયરે પણ છુટાછેડાની વાત કરી યુવતી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. નાછૂટકે બારડોલી મુકામે પોતાના પિયરમાં આવેલી યુવતીએ પોતાના સાસરે જઇ તેના કપડા માંગતા તેને ઘરમાં ઘૂસવા દીધી નહોતી. સહનશક્તિ ખૂટતા અને પતિ અને સાસરીયાઓની કૃરતા તથા પારકી મહિલા ના મોહપાસમાં જકડાઈને પોતાની પત્નીને અન્યાય કરતા પતિ રાહુલ ગજેન્દ્રસિંહ પરમાર, સસરા ગજેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમાર, સાસુ જ્યોતિ પરમાર તથા દિયર સાગર પરમાર તમામ રહે. આશિષ નગર, આરડી સ્કૂલ પાસે , કબીલપોર વિરુધ બારડોલી પોલીસ મથકે ઈપિકો કલમ ૪૯૮(ક),૩૨૩ તથા ૫૦૪ મુજબ ગુનો નોંધાવતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Comment