બારડોલી પોલીસે બાતમી આધારે સુરતી જકાતનાકા લીનીયર બસસ્ટેન્ડ નજીકથી વધુ એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 5 ચોરીના મોબાઇલફોન અને ચાંદીના સાકળા કબ્જે કરવામાં આવ્યા છે.
બારડોલી પોલીસ મથકના એ.એસ.આઇ મહેન્દ્ર શના અને અ.હે.કો પાંડુરંગ રૂપચંદ ને સંયુક્ત રાહે મળેલી ચોક્કસ બાતમી સાથે પોલીસે બારડોલીના લીનિયર બસ સ્ટેન્ડ ની બાજુમાં થી એક મોબાઇલ ચોર ને ઝડપ્યો હતો. પોલીસે સુરત થી બારડોલી રોડ પાસેના રિક્ષા સ્ટેન્ડ ની બાજુમાં તપાસ કરતા તેમને મળેલા પહેરવેશ મુજબના વર્ણન નો યુવક મોબાઇલ વેચવા ગ્રાહક ની શોધ માં ઉભો જોવા મળ્યો હતો. તેનું નામ આદિલ નિસાર કડિયા ઉ. વ. ૨૦ રહે.તલાવડી,આંબેડકર સર્કલ ની બાજુમાં, બારડોલી જાણવા મળતા પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તેના ઘરેથી વધુ ચાર મોબાઈલ મળી કુલ પાંચ નંગ ચોરી ના મોબાઈલ, ચાંદીના સાંકળા મળી કુલ રૂ.૪૦ હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલો આરોપી અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાયેલો રીઢો ગુનેગાર હતો. બે દિવસ પહેલા બારડોલી ની શાક માર્કેટના મકાનમાંથી ચોરાયેલા મોબાઈલ અને સાંકળા નો ભેદ ઉકેલવા સાથે પોલીસે વધુ પૂછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.