બારડોલી તાલુકાના એક ગામમાં 11 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરી સાસરે રહેતી નવ વર્ષના પુત્રની માતા ના પતિને બે વર્ષ પૂર્વે અન્ય યુવતી સાથે પ્રેમ થતાં બંનેના સુખી સંસારમાં ખટરાગ પેદા થયો હતો. પત્નીને તરછોડવાની વાતો સાથે 181 મહિલા હેલ્પલાઇન ને જાણ કરાતા અસરકારક કાઉન્સિલિંગ સાથે સુખદ સમાધાન કરાતા એક કુટુંબ વિખરાતુ બચી ગયું હતુ.
બારડોલી તાલુકાના એક ગામમાં રહેતા નોકરિયાત યુવકના ૧૧ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન થયા હતા. તેઓના સંસારમાં નવ વર્ષના પુત્ર સાથે આનંદ જણાયો હતો. આ દરમિયાન ગત બે વર્ષથી પતિ અન્ય યુંવંતી સાથે આડા સંબંધમાં સપડાતા તેઓના સુખી સંસારમાં કંકાસ અને ખટરાગ પેદા થયો હતો. નવી પ્રેમિકાના પ્રેમમાં આંધળો બનેલો પતિ પોતાની પત્નીને માનસિક ત્રાસ આપવા સાથે વાતચીત કરવાનું ટાળતો હતો. નોકરી ઉપરથી મોડા આવવું અને પત્નીની નજર સામે જ પ્રેમિકા સાથે મેસેજ કરવા વગેરે જેવી હરકતોથી પત્ની સમસમી ઉઠિ હતી. બીજી તરફ પ્રેમી યુવતી પણ તેને ફોન કરી ઘરમાં થી નીકળી જવા જણાવતી હતી. કંટાળેલી પત્ની ગત એક માસથી પિયર રહેવા આવી ગઈ હતી. બંનેના પરિવારજનો દ્વારા તેના પતિને સમજાવવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા પત્ની સાસરીમાં પાછી ફરી હતી. આ સમયે તેના પતિએ તેને રાખવાની ના પાડતા છેવટ નો ઉપાય સમજી પત્નીએ 181 અભયમ ટીમ નો સંપર્ક કરતા કાઉન્સિલરોએ ને બંને પક્ષની વિગતો જાણી માત્ર 21 વર્ષની જણાતી પ્રેમિકાને બોલાવી તેને વિવિધ પસાઓ સમજાવી ખોટું પગલું ભરી પોતાની કારકિર્દી જોખમમાં ના નાખવાનું અને એક પરિવાર વેર વિખેર થાય છે તેવી સમજ આપતા પ્રેમિકા ને પણ પોતાની ભૂલ સમજાતા કાઉન્સિલરોએ પતિને પણ સમજાવ્યો હતો. ભૂલ સ્વીકારતા પતિ અને પ્રેમિકાએ ભવિષ્યમાં આવી હરકતો ન કરવાની બાહેંધરી આપી લખાણ કરી ખાતરી આપતા 181 અભયમ ટીમ ના સફળ કાઉન્સિલિંગ ના કારણે એક પરિવારનો માળો વિખરાતો બચી જવા પામ્યો હતો.