suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સાથે પાલિકામાં લોકટોળા ઉમટ્યા

Bardoli : અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સાથે પાલિકામાં લોકટોળા ઉમટ્યા

Share:

બારડોલી નગરપાલિકા હદ વિસ્તારના ઊંચાઇ ધરાવતા વિસ્તારો માં ગત દિવસો માં પાણી પુરવઠો ખોરવાયો હતો. પાણી વગર ટળવળતા લોકો દ્વારા પાલિકા કચેરી મુકામે સામૂહિક હલ્લો બોલાવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

ચોમાસાના પ્રારંભથી ડહોળા પાણીની સમસ્યા જણાઈ હતી. પાલિકા સંચાલિત ફિલ્ટરપ્લાંટ બંધ કરી પાણી પુરવઠો બાયપાસ સપ્લાય કરાયો હતો. આ પ્રક્રિયા ના કારણે બારડોલીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થઈ હતી. લાંબા સમય થી નગરના સુરતી પાર્કમાં પાણી મળવું બંધ થયું હતું. સાથે સાથે ઉચાઈ ઉપર આવેલા વિસ્તારો સમાન ગામતળના કોળીવાડ, તલાવડી,શેઠ ફળીયા વગેરે વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠો ખોરવાતા જનજીવન પાણી વગર ટળવળ્યું હતુ.દૈનિક જરૂરિયાતો માટે પણ પાણી ના મળતા આજે ગૃહિણીઓ અને લોકોએ સામૂહિક સ્વરૂપે ભેગા મળી પાલિકા સેવા સદન ખાતે કારોબારી ચેરમેન સમક્ષ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી. લોકો સાથે અમુક ચૂંટાયેલા નગરસેવકો પણ જોડાતા ઉગ્ર રજૂઆતો થઈ હતી.જોકે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા વધારે પ્રમાણમાં મળતા ડહોળા પાણીની સમસ્યાના કારણે ફિલ્ટરેશન પ્લાન્ટ ને બાયપાસ કરી સીધો પુરવઠો મોકલતા ઉચાણવાળા વિસ્તારોમાં પાણીનું દબાણ ઓછું થયું હોવાનું કારણ જણાવાયુ હતું.પાણી પુરવઠા વગર વેરો ભરતા પરિવારો અને ગૃહિણીઓની ગત લાંબા સમય થી વકરેલી સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તે જોવું રહ્યું.

Leave a Comment