suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : મીંઢોળા નદીના બ્રિજ ઉપર એસ.ટી બસ વરસાદી માહોલ વચ્ચે ડીવાઈડર સાથે અથડાઈ હતી

Bardoli : મીંઢોળા નદીના બ્રિજ ઉપર એસ.ટી બસ વરસાદી માહોલ વચ્ચે ડીવાઈડર સાથે અથડાઈ હતી

Share:

ઉકાઈથી સુરત જતી એસ.ટી બસને બારડોલી નજીક અકસ્માત નડ્યો હતો. મીંઢોળા નદીના પુલ ઉપર હાઈવે પરથી પસાર થતી એસ.ટી બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા મુસાફરો ભરેલી એસ.ટી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

સલામત સવારી એસ.ટી અમારી જેવા સ્લોગન સાથે રાજ્યમાં દોડતી એસ.ટી બસમાંજ આજે મુસાફરો સલામત નથી. ૧૦ દિવસ પહેલા બારડોલી તાલુકાના બારાસડી નજીક પાટણ થી વ્યારા જઈ રહેલી એસ.ટી બસ રસ્તાની બાજુમાં ખાડામાં ખાબકી હતી. ૧૬ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતાં. તમામ મુસાફરો પૈકી ૩ મુસાફરોને નજીવ ઇજાઓ થવા પામી હતી. ત્યાર બાદ ફરી એકવખત બારડોલીના મીંઢોળા નદીના બ્રિજ ઉપર એસ.ટી બસના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ઉકાઈથી સુરત જતી એસ.ટી બસ નંબર GJ – 18 – Z – 7859 ના ચાલક અજીત ગણપત ગાવીત , રહે – લુહેરી , દુકાન ફળિયા , તા. ધરમપુર. ઉકાઈથી મુસાફરો લઈ સુરત જવા માટે નીકળ્યો હતો. ૭:૩૦ વાગ્યાની આસપાસ વહેલી સવારે મુસાફરો ભરેલી એસ.ટી બસ બારડોલીના ધુલીયા ચાર રસ્તાથી મીંઢોળા નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન બસના ડ્રાઇવરે પુરઝડપે અને ભફ્લતભરી રીતે બસ હંકારી લાવી અચાનક ડિવાઈડર સાથે બસ અથડાવી હતી. અકસ્માત થતા મુસાફરો અફરાતફરી અને ગભરાટના માહોલ વચ્ચે બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ધરમપુર ડેપોની એસ.ટી બસ બારડોલી નજીક અથડાતા બારડોલી ડેપો મેનેજરને જાણ કરી હતી બારડોલી ડેપોનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. અને અન્ય બસમાં મુસાફરોને સ્થળ સુધી મોકલાયા હતા. અકસ્માતની ઘટના બાબતે એસ.ટી બસના કંડકટર દિનેશ પટેલે અજિત ગાવીત વિરુધ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ડ્રાઇવર વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment