પલસાણા તાલુકાના કડોદરા બસસ્ટેન્ડની સામે, સ્વાગત કોમ્પ્લેક્ષ, દુકાન નં.૧૫૨,૧૫૩માં એરટેલ કંપનીના ડેટા સેન્ટરની ઓફિસ આવેલી છે .ગત ત્રીજી મેંના રોજ ઓફીસ બંધ હોઈ જેનો લાભ લઈ અજાણ્યા ચોર ઈસમો ઓફિસમાં ગેરકાયદે રીતે પ્રવેશ્યા હતા. અને બંધ ઓફિસમાં મુકેલ એસ.એફ.પી ચિપ્સ જેની કિંત રૂપિયા ૪,૦૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઓફિસમાં થયેલ ચોરીની ઘટનાની જાણ થતા ઓફિસમાં નોકરી કરતા સુરતના રાહુલ હિંમત માંગરોલીયાએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.