suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Bardoli : લીનિયર બસ સ્ટેન્ડ ઉપર નશાયુક્ત હાલતમાં ફરજ બજાવતો ચાલક ઝડપાયો

Bardoli : લીનિયર બસ સ્ટેન્ડ ઉપર નશાયુક્ત હાલતમાં ફરજ બજાવતો ચાલક ઝડપાયો

Share:

સોનગઢ ડેપોની એક લાંબા અંતરની શિડ્યુલ બસ સેવા નો ચાલક નશાયુક્ત હાલતમાં બારડોલી ના લીનીયર બસ સ્ટેશન મુકામે ઝડપાયો હતો.તાપી જિલ્લાના સોનગઢ મુકામેથી ગાંધીનગર મુકામે જતી એસટી વિભાગની એક્સપ્રેસ બસ નં. જીજે૧૮ ઝેડટી ૧૪૦૪ રાત્રે ૭ વાગે સોનગઢથી નીકળી બારડોલીના લીનીયર બસ સ્ટેન્ડ મુકામે આવી હતી. ૩૦ પેસેન્જર ભરેલી બસના મુસાફરોએ બારડોલી ના બસ સ્ટેન્ડ મુકામે બસમાંથી ઊતરી હોબાળો મચાવી ચાલક સંજય ખુમાનસિંહ સોઢા ઉ. વ. ૪૪ રહે. પાલડી, નડિયાદ દારૂ પીધેલી હાલતમાં ગમે તેમ હંકારતો હોવાનું જણાવી બસમાંથી નીચે ઉતાર્યો હતો. ભારે બુમાબુમ વચ્ચે બારડોલી ડેપોના આસી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર બીપીન ચૌહાણ દ્વારા પૂછપરછ કરતા ચાલક ની આંખો લાલઘુમ જણાઈ હતી. સંતુલન ન જળવાતા ચાલક લથડીયા ખાતો અને તોતડાતી વાતો કરતો હતો.

મુસાફરો ની માંગણી સાથે ચાલકને બારડોલી પોલીસ સ્ટેશન માં લઈ જવાયો હતો. જ્યાં બ્રેથ ટેસ્ટ દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવતા બારડોલી પોલીસે નશાયુક્ત હાલતમાં સરકારી વાહન હંકારી મુસાફરોના જીવનને જોખમમાં મુકતા ચાલક સંજય સોઢા વિરુદ્ધ કાનૂની રાહે પગલા ભર્યા હતા. બીજી તરફ બારડોલી ડેપો દ્વારા અન્ય ચાલકની વ્યવસ્થા કરી બસને રવાના કરાઈ હતી.

Leave a Comment