suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Olpad : માસમાં ગામની સીમમાંથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ઝડપાયો

Olpad : માસમાં ગામની સીમમાંથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ઝડપાયો

Share:

ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં સિલ્વર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ રૂમમાંથી પોલીસે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈસમે રાજસ્થાનથી ટ્રાવેલ્સ બસમાં પાર્સલમાં જથ્થો મંગાવી છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.સુરત જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી અને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ કર્મીઓ અલગ અલગ ટિમો બનાવી નાર્કોટિક્સની ગેરકાયદે પ્રવૃતિઓ શોધી કાઢવા અલગ અલગ ટિમો બનાવી તપાસમાં હતી. દરમિયાન અ.હે.કો પંકજ મનહરભાઈ તથા ગૌતમ ઘેલાભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.કે માંગીલાલ બીસનોઈ નામના ઇસમે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં વલકલ ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં સિલ્વર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ રૂમમાં ગેરકાયદે વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસડોડાનો જથ્થો છુપાવી રાખેલ છે. અને આજુબાજુમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતીય ઇસમોને છૂટકમાં વેચાણ કરે છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન રૂમમાંથી માદક પદાર્થ પોસડોડા 42.685 કી.ગ્રા જથ્થો જેની કિંમત રૂપિયા 1,28,055/- , મોબાઈલફોન તેમજ રોકડ મળી કુલ 1,33,255/- નો કુલ મુદ્દામાલ મળી આવતા કબ્જે કર્યો હતો. પોલીસે માંગીલાલ બાબુરામ બીસનોઈની અટક કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી. કે આ જથ્થો રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા લક્ષ્મણ જાખર નામના ઈસમ પાસે ટ્રાવેલ્સ બસમાં પાર્સલ સ્વરૂપે મંગાવી સંગ્રહ કર્યો હતો. જેથી પોલીસે લક્ષ્મણને વોન્ટેડ જાહેર કરી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment