“નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રિય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અધ્યક્ષ અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ આર.ટી.વચ્છાણીના વડપણ હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમનું જીલ્લા ન્યાયાલય, અઠવાલાઈન્સ, સુરત ખાતે આયોજન કરાયું હતું. સાથે હાજર તમામ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, પોલીસ કમિશ્રનર અનુપમસિંહ ગહલૌત, સુરત મ્યુનિસિપલ કમિશ્નનર શાલિની અગ્રવાલ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સુરત જીલ્લાના મુખ્ય સરકારી વકીલો, સુરત જીલ્લા બાર એસોશીયેશનના પ્રમુખ, સુરત સિટી બાર એસોશીયેશનના પ્રમુખ, સુરત મુખ્ય મથકના ન્યાયિક અધિકારીઓ તથા કર્મચારીઓ, વકીલો અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.