પલસાણા તાલુકાના ચલથાણ ખાતે રહેતા 40 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાધો હતો. જ્યારે કામરેજના માકણા ખાતે રહેતા 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બન્ને ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પલસાણા તાલુકાના ચલથાણ ખાતે પ્લોટ નં. 337, લક્ષ્મી નગરમાં ભાડેના રૂમમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના શાંતિલાલ ભગવવાનભાઈ રાજપૂત ઉ.વ.42 નાઓએ કોઈક અગમ્ય કારણોસર પોતાના રૂમમાં એચ.પી કંપનીના ગેસના બાટલાની તથા એલ્યુમિનિયમના ડબ્બાની મદદથી સિલિંગમાં આવેલ હુક સાથે નાયલોનની પીળા કલરની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના માકણા ગામની સીમમાં , પ્લોટ નં.394, શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોથા માળે અગાસીમાં પતરાના સેડમાં રહેતા અને મજૂરી કામ કરતા મનીષ ધનું ઓરાવ ઉ.વ.23 મૂળ રહે . ઝારખંડનાઓએ કોઈક અગમ્ય કારણોસર પતરાના સેડમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના બાબતે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.