suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Crime » Kadodara : ટ્રકમાં ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતો પશુધન ઝડપાયો

Kadodara : ટ્રકમાં ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતો પશુધન ઝડપાયો

Share:

કડોદરા નજીકથી પોલીસે એક ટ્રકમાં ક્રૂરતા પૂર્વક ભરીને કતલ ખાને લઈ જવાતી ૧૧ ભેંસો અને ૧ પાડો મળી કુલ ૬.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચના ૨ ઈસમોની અટક કરવામાં આવી છે.અમદાવાદ થી મુંબઈ નેશનલ હાઇવે નંબર – ૪૮ ઉપરથી એક ટ્રક નંબર GJ – 18 – Y – 6642 માં મૂંગા પશુઓને ભરી અને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમી કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે કડોદરા સી.એન.જી કટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવી ચડતા તેને રોકી તલાશી લેતા ટ્રકમાં ૧૧ ભેંસો અને ૧ પાડો ખીચોખીચ ટૂંકા દોરડા વડે , પાણી કે ધાસચારાની વ્યવસ્થા વગર ગેરકાયદેસર રીતે ભરી કતલ કરવાના ઇરાદે કતલખાને પશુધન લઈ જવાતો હોવાનું જણાયું હતું. પોલીસે ૧૨ જેટલા પશુઓ જેની કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/- તથા ટ્રકની કિંમત ૫,૦૦,૦૦૦/- મળી કુલ ૬,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ભરૂચના જાવીદ અલી મુનશી અને અજિજ અયુબ મુનશીની અટક કરી બંને ઈસમો વિરૂઘ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ અને પ્રાણી વહન સુધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment