suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : બેભાન હાલતમાં મળી આવેલા યુવક નું સારવાર દરમિયાન મોત

Bardoli : બેભાન હાલતમાં મળી આવેલા યુવક નું સારવાર દરમિયાન મોત

Share:

બારડોલીના અલંકાર સિનેમા નજીક આવેલી નહેર પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા સુરતના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.સુરત શહેરના સગરામપુરા વિસ્તારના અંબાનગર મુકામે રહેતો સતીશ મણીલાલ પટેલ ઉ. વ.૪૧ બારડોલીના રેલવે સ્ટેશન મુકામેથી ખાતરની ગુણો નું પરિવહન કરવાની કામગીરીમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. પોતાના સુરતના નિવાસ્થાને ભાગ્યે જ જતો હતો. તેની પત્ની નંદુરબાર મુકામે રહેતી હોય મહિનામાં એક બે વાર તેને મળવા જતો હતો. આ દરમિયાન બે દિવસ પહેલા તે અગમ્ય સંજોગોમાં બારડોલી ના અલંકાર સિનેમા નજીક આવેલી નહેર પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને પ્રથમ બારડોલી ની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ મુકામે સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બારડોલી પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ મૃતકને દારૂ પીવાની ટેવ હતી. બારડોલી ટાઉન પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ હતી.

Leave a Comment