suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Mahuva : સણવલ્લા ગામે ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા NFSM- (Oil Seed) યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

Mahuva : સણવલ્લા ગામે ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા NFSM- (Oil Seed) યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

Share:

મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન- NFSM (Oil Seed) યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં વિવિધ ગામોના ૫૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં બાગાયત અને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ, આપણા તાલુકામાં તેલીબિયાં પાકોનું મહત્વ તેમજ પ્રાકૃતિક કૃષિ જેવા વિવિધ વિષયે ચર્ચા કરી ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. સાથે જ ખેડૂતોને મોડેલ ફાર્મ વિઝીટ, ડિજિટલ ક્રોપ સર્વેના સર્વેયર મિત્રોને ડેમોસ્ટ્રેશન તેમજ પાક સંગ્રહ સ્ટકચર (ગોડાઉન) યોજનાના લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રક અપાયા હતાં.આ કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામકશ્રી અમિત પટેલ, મહુવા બાગાયત અધિકારીશ્રી ઉમેશ ચૌહાણ, સરપંચ રીટાબેન, તલાટી ક.મંત્રી રાકેશ મોદી, પ્રાકૃતિક ખેતી માસ્ટર ટ્રેનર જિજ્ઞાંશુ પટેલ, હર્ષ પટેલ, ખેતી વિસ્તરણ અધિકારી વિંકલબેન, મહુવા તાલુકાના ગ્રામ-સેવક મિત્રો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment