બારડોલી તાલુકાના અસ્તાન ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાઠાની નહેરમાંથી આજરોજ નહેરના પાણીમાં ડૂબીને મરણ ગયેલ હાલતમાં ક્ષતવીક્ષત લાશ મળી આવી હતી.અસ્તાન ગામથી બાબેન ગામ તરફ જતી નહેર ના માર્ગ ઉપર આવેલ વિક્રમ સારાભાઈ સ્કૂલ સામે નહેર ના પાણી માં આશરે 40 વર્ષની વયના જણાતા પુરૂષ ની ફુગાઈ ગયેલ હાલત માં લાશ જોવા મળી હતી.બારડોલી પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઈ કરેલી તપાસ દરમિયાન મરનારની ઓળખ જાણી શકાય નહોતી. શરીરે કાળુ પેન્ટ અને લાલ ચેક્સ વાળુ ખાખી શર્ટ પહેર્યું હોવાનું જણાવતા પોલીસે લાશ બે થી ત્રણ દિવસ જૂની હોવાનું જણાવતા લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવતા મરનાર ના શરીરે કોઈપણ ઈજાના નિશાન મળ્યા ન હતા. અત્યંત ફૂગાઈ ગયેલી હાલતમાં જણાતી લાશ નો પોલીસે નિકાલ કર્યો હતો.બીજી તરફ બારડોલી તાલુકાના કડોદ રોડ ઉપર આવેલ ખોજ ગામના ૧૧ ગાળા નજીકથી પસાર થતી નહેરના પાણીમાં નાહવા જતાં આકસ્મિત સંજોગોમાં ડૂબીને મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી.ખોજ ગામ નજીક આવેલ પારડી ગામના બાંગ્લાદેશ ફળિયામાં રહેતો અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા રવજી ભીખુ રાઠોડ ઉ. વ.૩૯ ની ડૂબેલી હાલતમાં લાશ જોવા મળી હતી. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે લાશ નો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.